gototopgototop

dinkarname1

 

 

જન્મતારીખ

૩૦-૦૬-૧૯૩૭

જન્મસ્થાન ભડી-ભંડારિયા (જી. - ભાવનગર) -મોસાળ

મૂળ ગામ


નાગધણીબા (ભડી-ભંડારિયાથી ૪ કિ.મી. દૂર)

અભ્યાસ................ નાગધણીબા, કાંદિવલી(મુંબઈ) અને ભાવનગર

સ્નાતક - બી.એ. (ઇતિહાસ તથા રાજનીતિશાસ્ત્ર  ખાસ વિષયો સાથે) ઓનર્સ (એક્સટર્નલ પરીક્ષાર્થી)

 

જેજેટી યુનિવર્સિટી, રાજસ્થાન દ્વારા એમને ડી.લિટટ્ની માનદ પદવીથી  સન્માનિત કરવામાં આવ્યા છે


પરિવાર પિતા  - શ્રી મગનલાલ પુરુષોત્તમ જોષી
માતા  -
શ્રીમતી લીલાવતી મગનલાલ જોષી
પત્ની  -
શ્રીતી હંસા
પુત્રો   -
શ્રી નિખિલ અને શ્રી અખિલ
લેખનનો   આરંભ... ૧૯૫૦

................................પહેલી ટૂંકી વાર્તા પ્રગટ થઈ ૧૯૫૪

પારિતોષિકો......... ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા પાંચ વાર પુરસ્કાર.

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર પુરસ્કૃત.

ગુજરાત  થીયોસોફીકલ સોસાયટી દ્વારા મેડમ બ્લેવેટેસ્કી પારિતોષિક.

સંસ્કાર એવોર્ડ.

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર એવોર્ડ.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જીવન ગૌરવ પુરસ્કાર.
’નવનીત સમર્પણ’ દ્વારા શ્રી ચુનીલાલ મહેતા પુરસ્કાર.
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર.


સન્મા સમારંભો ..... ૧૯૯૧ - સ્નેહાદર સમારોહ - કાંદિવલી, મુંબઈ.
૧૯૯૭ - ષષ્ટિપૂર્તિ સમારંભ - કાંદિવલી, મુંબઈ.

૧૯૯૮ - અભિવાદન સમારોહ - મરીન લાઈન્સ, મુંબઈ.

૨૦૦૨ - સન્માન પત્ર એનાયત - ભાવનગર.

૨૦૦૪ -  લેખન કારકિર્દીની અર્ધ શતાબ્દી નિમિત્તે વિશેષ કાર્યક્રમ –                               ગોવાલિયા ટેંક, મુંબઈ
આ પ્રસંગે શ્રી દિ. જો.ના ૧૧ ગ્રંથો એકીસાથે દેશની જુદી જુદી છ ભાષાઓમાં પ્રકાશિત થયા અને સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે એમના ૧૧૫ ગ્રંથોમાંથી ઉત્તમ અંશોનું ચયન કરીને ‘પારિજાત' નામે એક વિશેષ ગ્રંથ પ્રકાશિત થયો.
૨૦૦૬ - સન્માન સમારંભ - ભાવનગર.
૨૦૧૨ - ડો. સુરેશ દલાલના અધ્યક્ષ પદે ખાસ રચાયેલી દિનકર જોષી અમૃત મહોત્સવ સમિતિના ઉપક્રમે મુંબઈના ભાઇદાસ સભાગૃહમાં એમની ૭૫મી વર્ષગાંઠ ઉજવાઇ હતી.
આ પ્રસંગે એમના ૧૫ ગ્રંથો એકીસાથે દેશની જુદી જુદી ૬ ભાષાઓમાં પ્રકાશિત થયા અને સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે લિમ્કા બુક ઓફ઼ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત થયું છે. આ સાથે એમનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ એમણે તોડ્યો છે.
૨૦૧૨ - અમૃત મહોત્સવ, રાજકોટ
આ પ્રસંગે એમની પુસ્તક તુલા કરવામાં આવી અને આ પુસ્તકો સભાખંડમાં ઉપસ્થિત શ્રોતાઓને ભેટરૂપે આપવામાં આવ્યા.
૨૦૧૨ - અમૃત મહોત્સવ, ભાવનગર

peacock અન્ય ભાષાઓમાં અનુવાદો - ઉપરોક્ત ૧૫ ગ્રંથો પૈકી ગ્રંથો, હિન્દી, મરાઠી, બંગાળી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ઓરિયા , અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રગટ થયા છે. હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં પ્રગટ થયેલા ગ્રંથોની અનેક આવૃત્તિઓ થતી રહી છે.

નવલકથાઓ ૪૫
વાર્તાસંગ્રહો ૧૩
સંપાદનો
નિબંધો  તથા પ્રસંગચિત્રો ૪૮
સંશોધન ગ્રંથો ૧૬
અનુવાદ ૦૧
મહાભારત સંપાદન ૨૦૧૫૬

peacock ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત ગાંધીજીની પારિવારિક કથા ‘પ્રકાશનો  પડછાયો’. આ કથા ગુજરાતી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજીમાં નાટ્યરૂપે મંચસ્થ થઈ. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી એનું અંગ્રેજી નાટ્યરૂપ રાષ્ટ્રપતિભવનમાં ખાસ નિમંત્રિતો સમક્ષ ભજવાયું. આ અંગ્રેજી નાટક(દિગ્દર્શક -ફિરોઝ ખાન) યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના અનેક શહેરોમાં ભજવાયું. ન્યુયોર્કની ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલના ઉપક્રમે કોલંબિયા યુનિવર્સિટીમાં ૧૯૯૯ માં ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં, શ્યામ બેનેગલની ફિલ્મ ‘મેકિંગ ઓફ મહાત્મા’ સાથે આ નાટક ‘મહાત્મા વર્સેસ ગાંધી’ ને પણ સ્થાન મળ્યું હતું. આ નિમિત્તે એના લેખક તરીકે યુરોપ તથા અમેરિકાના પ્રવાસનો અવસર સાંપડ્યો હતો.
peacock ગુજરાતી સાહિત્યના સત્ત્ શીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાવીને, સંબધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશ સાથે ૨૦૦૫માં ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ ૨૦૦૬માં ત્રણ ગ્રંથો, ૨૦૦૭ માં ત્રણ ગ્રંથો, ૨૦૦૮ માં ત્રણ ગ્રંથો, ૨૦૦૯ માં સાત ગ્રંથો, ૨૦૧૦ માં ચાર ગ્રંથો, ૨૦૧૧ માં પાંચ ગ્રંથો, ૨૦ માં ત્રણ ગ્રંથો,, ૨૦ માં ત્રણ ગ્રંથો, ૨૦૧ માં પાંચ ગ્રંથો તેમજ ૨૦૧ માં પાંચ ગ્રંથો પ્રગટ થયા છે. આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે દિ.જો. એ ભાડાંરકર ઓરિયેન્ટલ ઈન્સ્ટીટ્યુટ, પુણેની મહાભારતની જે સંશોધિત આવૃત્તિ છે એના ગુજરાતી અનુવાદના સંપાદનનું  કાર્ય એમણે જ સંપન્ન ર્ક્યું છે. આ સંપુટ  ૨૦ ગ્રંથો અને ૧૪૦૦૦ પૃષ્ઠોમાં પ્રગટ થઈ ચૂક્યો છે.

peacockજીવન કથનાત્મક નવલકથાઓના આલેખનમાં ગુજરાતી સાહિત્યમાં એમનું વિશિષ્ટ પ્રદાન છે. ગાંધી અને હરિલાલ ઉપરાંત કવિ નર્મદ, મહમદ અલી ઝીણા, રવીદ્રનાથ ટાગોર, તથાગત બુદ્ધ, સરદાર પટેલ અને લેવ ટોલ્સ્ટોય ના જીવન ઉપર આધારિત સંશોધનાત્મક નવલકથાઓ એમણે આલેખી છે.

peacock ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન - ૨૦૦૭, ગાંધીનગર
વિભાગીય અધ્યક્ષ                     વિષય - નવલકથા
ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૫મું જ્ઞાન સત્ર - ૨૦૦૮, કીમ, સુરત
વિભાગીય અધ્યક્ષ                     વિષય - સર્જક વિશેષ : ર.વ. દેસાઈ

peacockવ્યવસાયે બેંકિંગ ઉદ્યોગમાં ૩૭ વર્ષ સુધી વિવિધ સેવા આપ્યા પછી ૧૯૯૫ માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે બેંકના સ્ટાફ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલનો હોદ્દો ધરાવતા હતા.

peacock એમની વિવિધ રચનાઓ ઉપરથી નાટકો ઉપરાંત ફિલ્મો પણ બની છે.

peacock
નિવૃત્તિ કાળનો પૂર્ણ સમય સ્વાધ્યાય, સર્જન તથા પ્રદાન પ્રતિષ્ઠાનના અભિયાનમાં વ્યસ્ત છે.

 

 

લેખનનો આરંભ ૧૯૫૦