gototopgototopએક વાર એવું બન્યું... ગઇ કાલ વિનાની 
આવતી કાલ
એક્સ-રે આપણા સહુનો
ટૂંકી વાર્તા એક એવું સ્વરૂપ છે કે જેનું કલેવર સૂર્યોદય કે સૂર્યાસ્તના રંગોની જેમ ઝડપભેર બદલાતું રહે છે. એટલું જ નહિ, વાચક જ્યારે એ વાંચે છે ત્યારે, લેખક જ્યાં એ વાર્તાને પૂરી કરે છે ત્યાંથી વાચકના મનમાં શરૂ થાય છે. ૨૦૧૦ થી ૨૦૧૫ના ગાળામાં લખાયેલી આવી ૨૮ વાર્તાઓ અહીં ગ્રંથસ્થ થઈ છે ગાંધીજી જેમને પોતાના ગુરુ માનતા એ રશિયન સાહિત્યકાર અને ચિંતક કાઉન્ટ લેવ ટોલ્સ્ટોયના જીવન વિશે ગુજરાતી ભાષામાં બહુ ઓછું લખાયું છે. આ નવલકથામાં લેખકે ૧૯મી સદીના રશિયન સમાજ અને ટોલ્સ્ટોયના જીવનની સવિસ્તર અને આંખ ઉઘાડી દે એવી વાતો આલેખી છે. જીવન એક આકરી પરીક્ષા છે અને આ પરીક્ષામાં મુઠ્ઠી ઉંચેરા માણસો પણ કેવા આકરી તાવણીમાંથી પસાર થાય છે એનું વાચકને સ્તબ્ધ કરી દે એવું આલેખન અહીં થયું છે. તસવીરમાંનો આપણો ચહેરો આપણે ઓળખી જઈએ છીએ પણ તસવીર સ્વાસ્થ્યનું સાચું દિશાસૂચન કરતી નથી એ કામ એક્સ-રે કરે છે. અને છતાં આપણને એક્સ-રે નથી ગમતો, તસવીર ગમે છે. અસલિયતને આપણે થેલીમાં પેક કરીને કબાટના કોઇક તળિયે મૂકી દઈએ છીએ અને જે અસલિયત નથી એને દીવાનખંડની દીવાલ ઉપર લટકાવીએ છીએ. માણસના આત્મપરીક્ષણની આવી ગહનતમ વાતોનું નિરીક્ષણ કરીને ૨૫ જેટલા નિબંધો આ પુસ્તકમાં સંઘરાયેલા છે. આ નિબંધો વાચકને એક અલગ વિશ્વમાં લઈ જાય છે

મહામાનવ સરદાર­ ગાંધી સરદાર અને ઝીણા વ્યક્તિદર્શન માટીની સુગંધ­
લોખંડી પુરુષ એવું એક બિરુદ આપ્યું એટલે સરદાર પ્રત્યેનો આપણો ૠણ સ્વીકાર થઈ ગયો એવા ભ્રમમાં આજે લગભગ સાત દાયકા જેટલા સ્વાતંત્ર્ય કાળમાં આપણે જીવ્યા છીએ. સાત દાયકા એટલે લગભગ બે પેઢી. નવી પેઢીને સરદારનો પરિચય ઈતિહાસના પાઠ્યપુસ્તક્માં માત્ર બે ત્રણ પરિચ્છેદમાં આપવામાં આવે છે. સરદારની ભવ્યતા, એમની દિવ્યતા અને એમના વિરાટ યોગદાનને દેશે હજુ સુધી સાચા અર્થમાં સ્વીકાર કર્યો નથી. સરદારે ૧૯૪૫ થી ૧૯૫૦ના ગાળામાં જે યાતના, પીડા અને અવમાનના વચ્ચેથી એકલે હાથે દેશના નકશાને જે રીતે કંડાર્યો એની અદભુત અને વણકથી વાતો નવલકથા સ્વરુપે અહીં કહેવાઈ છે. સ્વરુપ ભલે નવલકથાનું હોય પણ આ એક સંશોધન ગ્રંથ છે અને પ્રત્યેક ભારતીયએ ઈતિહાસના આ પૃષ્ઠને જાણવું જોઈએ. એના હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. વીસમી સદીમાં ભારતીય ઉપખંડના ઇતિહાસને જેમણે નવો આકાર આપ્યો એવા ત્રણ વ્યક્તિત્વોને આપણે અલગ તારવી શકીએ એમ છીએ. આ ત્રણેયની સરખામણીનો કોઇ ઉદ્દેશ નથી પણ એમણે પોતપોતાની સૂઝ, સમજ અને વ્યાપ અનુસાર જે યોગદાન આપ્યું એની તાટસ્થ્ય ભાવે ઐતિહાસિક નોંધ લેવાનો આ પ્રયાસ છે. આ ત્રણ વ્યક્તિ એટલે દેશને અને દુનિયાને પણ માનવ કલ્યાણના ઉચ્ચતમ શિખર ઉપર લઈ જવાની વિચારણા કરનાર મહાત્મા ગાંધી, કોમી દાવાનળ વચ્ચે આખો દેશ સેંકડો ટુકડાઓમાં વિભાજીત થઈ જવાનો ભય તોળાઈ રહ્યો હતો ત્યારે એને એકસૂત્રે બાંધીને ઈતિહાસમાં ક્યારેય નહોતું રચાયું એવું ભારતીય રાષ્ટ્ર જેમણે આપણને ભેટ ધર્યું એ સરદાર પટેલ અને કુરુક્ષેત્ર પછીના મહાસંહાર તથા દેશના વિભાજન માટે જેમણે ધર્મના નામે મહાઅધર્મ આચર્યો એવા મહમદ અલી ઝીણા. એવા આ ત્રણ વ્યક્તિત્વો વિશે સંક્ષેપાત્મક ચરિત્ર આલેખન આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.
લેખકની સ્વગતોક્તિ જેવા વીસેક જેટલા આત્મલક્ષી લલિત નિબંધો આ ગ્રંથમાં સમાવિષ્ટ થયા છે. લેખક જાણે પોતાની જાત સાથે સંવાદ કરે છે - "તને સાંભરે રે મને કેમ વીસરે રે!’ આ એક સ્વૈરવિહાર છે અને એનું ઉડ્ડયન કોઇ નિશ્ચિત સીમાડા વચ્ચે નથી હોતું. આધુનિક વિગ્યાન તમામ સિન્થેટિક સુગંધો બનાવી શકે છે પણ ધરતીની માટી પર થતા પાણીના છંટકાવથી જે સુગંધ પ્રગટે છે એનો કોઇ વિકલ્પ હજુ સુધી વિગ્યાન પાસે નથી. ચોખા કે ચણોઠી ઉપર થતા નાજુક નકશીકામ જેવા આ નિબંધો વાચકને એક જુદી જ સૃષ્ટિમાં લઈ જાય છે.Sunyama_Sbada_Tun

શૂન્યમાં શબ્દ તું સોહામણો સૂર્યાસ્ત ષડ્‌રિપુ

સાઠ વર્ષની સર્જનયાત્રા, ક્યાંથી અને કેમ શરૂ થઈ અને આજે ક્યાં અને કેમ પહોચી - સર્જક સ્વયં પાછું વાળીને જુએ છે ત્યારે જે ભાવ પ્રદેશ ચિત્રિત થાય છે એ પ્રદેશનું દર્શન આ પુસ્તક્માં પ્રગટ થયું છે. લેખકના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષને ટાંકણે એમની કૃતિઓ પાછળની કથા અહીં સંપાદકે લેખકના સ્વમુખેથી મેળવીને શબ્દાંકિત કરી છે.
આરંભ કાળની મુગ્ધતા, મધ્યકાળનું મનોમંથન અને ઢળતી સાંજની સૌમ્યતા આ બધું આ કથા પાછળની કથામાં લેખકે પારદર્શિતાથી પ્રગટ કર્યું છે.(સંપાદન - પલ્લવી ઠક્કર)
માનવજીવનનો સૂર્યોદય એટલે કે શિશુ અવસ્થા જેમ રમણીય છે એજ રીતે જીવનની ઉત્તરાવસ્થા પણ સૂર્યાસ્ત જેવી જ સોહામણી છે.- પૂર્વશરત માત્ર એટલી જ છે કે એનું સૌંદર્ય જોવા અને સમજવા આંખ અને અંતર બન્નેએ ચોક્કસ બિંદુએ ઉભા રહેવું પડશે. વરિષ્ઠ નાગરિકોના વર્તમાન સામાજીક જીવનને લક્ષમાં રાખીને લખાયેલી આ લેખ શ્રેણી ’અખંડ આનંદ’ માસિક્માં જ્યારે ધારાવાહિક થઈ રહી હતી ત્યારે વાચકોનો અભુતપૂર્વ પ્રતિભાવ એને સાંપડ્યો હતો. જીવનના નવમા દાયકામાં વિહરતા કેટલાક વડીલજનોએ તો લખ્યું - આ લેખોથી અમને જે જાણવા મળ્યું છે એ જો એકાદ બે દશકા પહેલાં જાણવા મળ્યું હોત તો અમારી જીંદગી આજે જુદી હોત! આ નાનકડી પુસ્તિકામાં અહીં જે ભાવોને માણસજાતે શાશ્વત શત્રુ ગણ્યા છે એ ભાવો વિશે અહીં થોડીક વિચારણા કરી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર - આ છ ભાવોને આપણાં શાસ્ત્રોએ ષડ્‌રિપુ તરીકે ઓળખાવ્યા છે. અહીં પ્રશ્ન એ પેદા થાય છે કે આ છ પૈકી એકેય ભાવને કોઇ મહામાનવ પણ ક્યારેય સદંતર નિર્મૂળ કરી શક્યો છે ખરો? આ ભાવોને શત્રુને બદલે ચોક્કસ માત્રામાં મિત્ર ન બનાવી શકાય? સર્પનું ઝેર સુધ્ધાં ચોક્કસ માત્રામાં ઔષધી તરીકે સ્વસ્થ જીવનને સહાય કરે છે.


Ayodhyano_Ravan_Ane_Lankana_Ram
Kalani Kasotiye Gandhijini Geeta- ' Hind Swaraj' Hun Mane Joun Chhun
અયોધ્યાનો રાવણ અને લંકાના રામ કાળની કસોટીએ ગાંધીજીની ગીતા -હિંદ સ્વરાજ હું મને જોઉં છું

સામાન્ય રીતે વાલ્મીકિ રામાયણને રામકથાનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. આમ છતાં તુલસી રામાયણ, કંબન રામાયણ, કૃત્તિવાસ રામાયણ, ગિરિધર રામાયણ, અધ્યાત્મ રામાયણ, જૈન રામાયણ, બૌધ્ધ રામાયણ અને મુસ્લિમ રામાયણ સુદ્ધાં, અન્ય અનેક રામકથાઓ ઉપલબ્ધ છે. રામકથાઓની કુલ સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોવાનું કહેવાય છે. આ બધી   કથાઓમાં પરસ્પરનો છેદ ઉડાડી દે એવા વિસંવાદી કથાનકો છે. આ નવલકથામાં આ બધા  વિસંવાદી કથાનકોને એવી રસપ્રદ રીતે ગૂંથીને સમગ્ર નવલકથાનો ઘટાટોપ   રચવામાં આવ્યો છે કે પાયાના માનવીય મૂલ્યોનો જ પ્રતિઘોષ કરે   છે. માણસમાં રહેલું અસ્તિવાચક તત્વ રામ છે અને  એ જ માણસમાં રહેલું નાસ્તિવાચક તત્વ રાવણ છે. આમ     તો અયોધ્યામાં રામનો વસવાટ હોય   છે પણ કેટલીકવાર ત્યાં રાવણ છવાઇ જાય છે અને જે લંકામાં રાવણનું આધિપત્ય હોવું જોઇએ એ લંકામાં ક્યારેક રામ પણ પ્રગટે છે. આ નવલકથા ’કુમાર’ માસિકમાં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી.

બરાબર એક શતાબ્દી પૂર્વે ૧૯૦૯ માં ચાળીસ વર્ષની વયે ગાંધીજીએ પોતાના મનમાં ઘુમરાતા વૈશ્વિક વિચારોને હિંદ સ્વરાજ નામની   એક નાનકડી પુસ્તિકામાં શબ્દસ્થ ર્ક્યા ત્યારે એણે ઘણા વિચારકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આજે   શતાબ્દીને અંતે એમના આ વિચારો કેવા, ક્યાં અને કેટલાં સ્વીકાર્ય બન્યા અથવા ન બન્યા- અને એ માટે આપણે   સહુ કેટલા જવાબદાર છીએ એના વિશે   થોડાંક વિચારો   એક રસપ્રદ આયામ તરીકે   અહીં આલેખ્યાં છે. ગાંધીજીના વિચારોને મોટેભાગે સદૈવ બે અંતિમોથી જ જોવાયા કે મૂલવાયા છે. અહીં  આ મૂલવણીમાં વહેવારિક સ્તર લક્ષમાં રાખીને ગાંધીજીની   શતાબ્દી જૂની વૈચારિક ભૂમિકાને તપાસવાનો પ્રયત્ન ર્ક્યો છે. વર્ગીકરણ કરવું હોય તો આ પુસ્તકને લેખકની આત્મકથા કહી શકાય પણ લેખકે પોતે એને આત્મકથાથી જુદી રીતે આત્મસ્મરણોની અવકાશયાત્રા  એ રીતે ઓળખાવ્યું છે. અહીં  લેખકે જાતમાંથી જાતને બહાર કાઢીને જાતને જોવાનું તંગ   દોરડા ઉપર ચાલવા જેવું કામ   ર્ક્યુ છે. જીવનને પ્રભાવિત કરી ઘાટ આપનાર પરિસ્થિતિઓ, પાત્રો અને પ્રસંગો આ ત્રણ આ
અવકાશયાત્રાના પ્રેરક પરિબળો છે. અહીં ઘટનાનો કોઈ ક્રમ જીવનના
તબક્કાવાર વહેંચ્યો નથી, વ્યક્તિત્વનો કોઈ ક્રમિક વિકાસ નથી. 'હું' ની વાત હોવા છતાં આમાં ક્યાંય હું
કેદ્રસ્થાને નથી.
હું' નું એ જેવો છે એનું એક નિરીક્ષણ માત્ર છે.
Mrutyu Aa Paar Ke Pele Paar Ame Ane Aapane Manasnun Kai Kahevay Nahin
મૃત્યુ આ પાર કે પેલે પાર અમે અને આપણે માણસનું કંઈ કહેવાય નહિ

માણસના દૈનિક જીવનમાં જાણે અજાણે પણ સંખ્યાબંધ પ્રશ્નો પેદા થતા હોય છે. આ પ્રશ્નોના પાર્થિવ અને આધ્યાત્મિક એમ બંને પાસાં હોય છે. આપણને ખબર પણ ન પડે એમ આ બધું આપણી ઉપર ભારે અસર કરતું હોય છે. એક સાવ નાની બાંધછોડ કરવાથી   આ પૈકી કેટલી  અસરો વિધાયક બનાવી શકાય છે. જુદા જુદા સામયિકોમાં લખાયેલા કટારલેખનના ફળસ્વરૂપે આ ચારેય પુસ્તિકાઓમાં ગ્રંથસ્થ થયેલા લેખો સાંકેતિક સ્વરૂપે ઓછામાં ઓછા શબ્દોમાં સાગરને ગાગરમાં સમાવ્યા હોય એવું જ લાગે.

Manase Mangelun Varadan

Najaronajar

Tyare Ane Atyare

માણસે માંગેલું વરદાન નજરોનજર ત્યારે અને અત્યારે

માણસના દૈનિક જીવનમાં જાણે અજાણે પણ સંખ્યાબંધ પ્રશ્નો પેદા    થતા હોય છે. આ પ્રશ્નોના પાર્થિવ અને આધ્યાત્મિક એમ બંને પાસાં હોય છે. આપણને ખબર પણ ન પડે એમ આ બધું આપણી ઉપર ભારે અસર કરતું હોય છે. એકસાવ નાની બાંધછોડ કરવાથી આ પૈકી કેટલી અસરો વિધાયક બનાવી શકાય છે. જુદા જુદા સામયિકોમાં લખાયેલા કટારલેખનના ફળસ્વરૂપે આ ચારેય પુસ્તિકાઓમાં ગ્રંથસ્થ થયેલા લેખો સાંકેતિક સ્વરૂપે ઓછામાં ઓછા શબ્દોમાં સાગરને ગાગરમાં સમાવ્યા હોય એવું જ લાગે.

આ તો નજરોનજર જોયું છે’     આવું જ્યારે કોઈ કહે છે ત્યારે   એમાં અભિપ્રેત એવું હોય છે કે
એમાં સો ટકાની સચ્ચાઈ છે. નજરોનજર જોવા છતાં   કેટલીક વાત માત્ર તથ્ય   બનીને અટકી જાય છે, સત્ય બનતી નથી. આપણે જે કંઈ નજરોનજર જોઈએ છીએ એ બધું જ જોયા
પછી પણ દ્રષ્ટિ બનીને અંદર ઊતરતું નથી. નજરને દ્રષ્ટિ બનાવવાની પ્રક્રિયાના ફળસ્વરૂપે છેલ્લા  થોડાંક વર્ષોમાં જુદા જુદા અખબારોમાં જે કટારો   લખવાનું થયું એ પૈકી ચયન કરેલા ૫૧ લેખો અહીં ગ્રંથસ્થ ર્ક્યા છે.

૧૯૪૭માં દેશે રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત ર્ક્યુ. ૨૦૦૭ માં જ્યારે આ સ્વાતંત્ર્યને સાઠ વર્ષ પૂરા થયા ત્યારે લગભગ બે પેઢી સમાપ્ત થઈ ચૂકી હતી. ત્રીજી પેઢી માથું ટટ્ટાર કરી રહી હતી. આ સાઠ વર્ષના ગાળામાં આપણો પહેરવેશ, આપણા દૈનિક અખબારો, આપણી જાહેર  સેવાના ક્ષેત્રો, આપણા  સાંપ્રદાયિક વલણો, આપણા નૈતિક મૂલ્યો, આપણા ખાનપાન, પારિવારિક જીવન, શિક્ષણ, રાજકારણ અને છેલ્લે, હું અને તમે, આ બધામાં જે આમુલ પરિવર્તન આવ્યું છે એ
પરિવર્તનનો શાબ્દિક ચાર્ટ જે તે વિષયના નિષ્ણાત લેખકો પાસે લખાવીને અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યો છે. સાઠ વર્ષના આપણા સમગ્ર સમાજજીવનનો એ એક દસ્તાવેજ છે.

Chakrathi Charakha Sudhi

Prashna Pradeshni Pele Paar

Shyam Ekvar Aavone Aangane

ચક્રથી ચરખા સુધી પ્રશ્નપ્રદેશની પેલે પાર શ્યામ એકવાર આવોને આંગણે
પાચ હજાર વર્ષ પહેલાં યમુના કાંઠે જન્મેલો એક મોહન,સૌરાષ્ટ્રના સાગર તટે વિરામ પામ્યો. પાંચ હજાર વર્ષ પછી એ જ સૌરાષ્ટ્રના સાગર તટે જન્મેલા બીજો એક મોહન યમુનાના કાંઠે શાંત થયો. આ બે મોહન એટલે શ્રીકૃષ્ણ અને ગાંધીજી. આ બંને એ પોતપોતાના યુગમાં ધર્મ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ,સાધનશુધ્ધિ, પ્રેમ, કરુણા, અપરિગ્રહ આ બધા     વિશે પુષ્કળ વિચારણાઓ કરી  છે   અને એને વહેવારિક સ્વરૂપે   કાર્યાન્વિત કરવાના પ્રયત્નો પોતપોતાની ક્ષમતા અનુસાર ર્ક્યા     છે. આ ગ્રંથમાં શ્રીકૃષ્ણ અને   ગાંધીજીના વિચારો અને કર્મોનું તુલનાત્મક અધ્યયન કરવામાં     આવ્યું છે.- આ લેખ શ્રેણી ‘નવનીત સમર્પણ’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. ગુજરાતી ઉપરાંત આ   પુસ્તક હિંદી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. આ દેશની પ્રજાએ જેમને સમજવામાં -પામવામાં-સહુથી   વધુ અન્યાય ર્ક્યો છે એવા તથાગત બુધ્ધના જીવન અને દર્શન ઉપર આધારિત આ નવલકથામાં સમગ્ર બૌધ્ધ   દર્શનને આવરી લેવામાં     આવ્યું છે. બૌધ્ધદર્શન હિંદુ ધર્મથી વિપરિત છે એવું   માનીને હિંદુઓએ બુધ્ધનો વિરોધ ર્ક્યો તો એવી જ   માન્યતા હેઠળ બૌધ્ધોએ અને એમાંય ખાસ કરીને નવબૌધ્ધોએ બુધ્ધને   
પોતાના સુવાંગ દેવ માની  લીધા. બુધ્ધે પોતાને માનવજાતના ચિકિત્સક કહ્યા  છે. આ ચિકિત્સકની કરુણ કથા આ ગ્રંથમાં  ઊંડા  અભ્યાસ   પછી આલેખવામાં આવી છે.   આ નવલકથા ‘નવનીત સમર્પણ’ માં ધારાવાહિક   સ્વરૂપે પ્રગટ  થઈ હતી. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
કૃષ્ણને કોઈ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું   પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ એક નિતાંત ભાવના છે. ભાવનાનો આકાર ન હોય - માત્ર અનુભૂતિ હોય! માનવીના અંતઃસ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ  દર્શન   છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી   અને અતૃપ્તિનો ઓડકાર  માણસને વ્યગ્ર કરી મૂકે છે. તત્કાલીન આર્યાવર્તના પરમ પુરુષ શ્રીકૃષ્ણને પણ એમના આપ્તજનોએ કેવો અન્યાય ર્ક્યો હતો એનું આલેખન કરતી આ નવલકથા સહ્રદય ભાવકના અસ્તિત્વમાં ખળભળાટ પેદા કરી મૂકે છે. આ નવલકથા ‘ગુજરાત સમાચાર’ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી. આ નવલકથા હિંદી ભાષામાં સાપ્તાહિક ‘ધર્મયુગ’ (મુંબઈ) તથા ‘કર્મવીર’ (ભોપાલ) માં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી અને તેલુગુ ભાષામાં ‘ઓકે સૂર્યાડુ’ નામે હૈદરાબાદના અઠવાડિક ‘આંધ્રપ્રભા’ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલમ ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
Prakashno Padachhayo Dikari Atle Tulsi Kyaro Aksharani Aakashganga
પ્રકાશનો પડછાયો દીકરી એટલે તુલસીક્યારો અક્ષરની આકાશગંગા

ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક  નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ
નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત   છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા    સર્વથી અધિક હતી. ‘પ્રકાશનો  પડછાયો ’ એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ  વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા‘ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક ‘
જનસત્તા’ તથા લખનૌના હિંદી દૈનિક ‘જાગરણ’ માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી     તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી    તથા હિંદી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ બની છે.

આપણી સાંસ્કૃતિક પરંપરા અનુસાર દીકરી આરંભના લગભગ ૨૦ કે ૨૨ વર્ષ પિતૃગૃહે રહેતી હોય છે. આરંભના પાંચ સાત વર્ષો તો બાલ્યાવસ્થાના હોય એટલે વાસ્તવમાં જ્યારે એનો જીવનસંઘર્ષ શરુ થાય છે ત્યારે એની પાસે એના માતાપિતાએ પાછલા દોઢેક દશકામાં આપેલું જ ભાથું હોય છે. આપણી લોક સંસ્કૃતિમાં જે રીતે એને પારકી થાપણ કહી  છે એજ રીતે તુલસીક્યારાની ઉપમા પણ આપવામાં આવી છે. તુલસીક્યારાનું સ્થાન ઘરના ઉંબરાની બહાર પણ ડેલીના દરવાજાની અંદર હોય છે. પુત્રીનો જન્મ થાય, એના લગ્ન થાય, કન્યા મટીને એ પત્ની અને માતા બને અને છેલ્લે એ સાસુ સ્વરુપ પણ પામે. સ્ત્રીના આ સ્વરુપો તથા પુરુષ સમોવડી બનવા માટેની આધુનિકાઓની મથામણ આ બધા વિશે આ પુસ્તકમાં આપણા પારિવારિક જીવનમાંથી પ્રત્યક્ષ ઉદાહરણો ટાંકીને રસાળ વાતો કરવામાં આવી છે. ગુજરાતી ભાષાના ટોચના    કેટલાક સાહિત્યકારોના   પ્રથમદર્શી શબ્દચિત્રો અને એ  સાથે જ સાહિત્ય સૃષ્ટિના એવા પ્રસંગ ચિત્રો કે જે સાહિત્યકારોના જીવનની હળવી બાજુ માર્મિકતાથી પ્રગટ કરે છે. આ તમામ પ્રસંગો ‘મુંબઈ સમાચાર’ દૈનિકના સાપ્તાહિક સાહિત્ય વિભાગ ‘અક્ષરલોક’નું સંપાદન કરતી વેળાએ પ્રગટ થયા હતા.

Sukhanun Sarnamun

Mahabharatman Pitruvandana

Mahabharatman Matruvandana

સુખનું સરનામું મહાભારતમાં પિતૃવંદના મહાભારતમાં માતૃવંદના
ભગવાન તથાગત બુધ્ધે ઉપદેશેલી જાગરુકતા, ભગવાન મહાવીર સ્વામીએ પ્રબોધેલો સ્યાદવાદ  
અને ભગવાન શ્રીકૃષ્ણે દર્શાવેલો અનાસક્તિયોગ - સુખ આ ત્રણ વાતને આત્મસાત કરવામાં રહેલું છે. એક  અત્યંત  અઘરી વાતને  અત્યંત સરળતાથી  અને  સંક્ષેપમાં  કહેતું પુસ્તક.
મહાભારતના પાત્રો, પછી   સ્વયં શ્રીકૃષ્ણ હોય, ભીષ્મ   હોય, ધૃતરાષ્ટ્ર હોય, અર્જુન કે કર્ણ હોય કે ખલનાયક ગણાયેલો શકુનિ હોય, આ બધાના જીવન કર્મો એટલે સંવાદો અને વિસંવાદોનું   અજબ મિશ્રણ છે. આમાંથી જ એક શાશ્વત માણસનું નિર્માણ થાય છે. માણસની આ   શાશ્વતીને સમજવા માટે અહીં મહાભારતના તમામ મુખ્ય પુરુષ પાત્રોનું અહીં વિશ્લેષણાત્મક અધ્યયન   
કરવામાં આવ્યું છે. ‘જન્મભૂમિ’(મુંબઈ), ‘ગુજરાતમિત્ર’ (સુરત), ‘ફૂલછાબ’(રાજકોટ) અને  
‘કચ્છમિત્ર’ (ભુજ) આ ચારેય દૈનિકોની સાપ્તાહિક   પૂર્તિઓમાં આ લખાણો ધારાવાહિક સ્વરૂપે પ્રગટ     થયા હતા. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી તથા     મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
મહાભારતના તમામ સ્ત્રી પાત્રોમાં સહુથી વરિષ્ઠ પાત્ર છે માતા સત્યવતી અને સહુથી કનિષ્ઠ પાત્ર છે નવવધૂ ઉત્તરા. આ બે વચ્ચે ચાર પેઢીના સ્ત્રી પાત્રો સ્થાન પામે છે. કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, હિડિમ્બા, ઊલૂપી આ સહુને મહાભારતના અતલાંત સાગરમાંથી સંબંધિત  કથાનકો તારવીને અહીં પૃથક્કરણ કરવામાં આવ્યું છે. આ માત્ર પાત્ર પરિચય નથી, એનું  
અભ્યાસપૂર્ણ વિશ્લેષણ છે. આ લેખ શ્રેણી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં ધારાવાહિક પ્રગટ થઈ હતી. આનો મરાઠી અનુવાદ ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રગટ થયો હતો. ગુજરાતી ઉપરાંત આ
પુસ્તક હિંદી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
Ramayan, Mahabharat Ane Bhagavat-Chintan Ane Manan Pratinayak Ahin Koi Nathi
રામાયણ, મહાભારત અને ભાગવત ચિંતન અને મનન પ્રતિનાયક અહીં કોઈ નથી
હિન્દુ સંસ્કૄતિના આ ત્રણેય ગ્રંથોનો   અર્ક કહી શકાય એવા ચિંતનાત્મક   અને ક્યારેક પ્રશ્નાત્મક પણ     નિબંધોનો રસથાળ. આ નિબંધો   એટલે આ ત્રણેય ગ્રંથોને એના મૂળ સ્વરુપે સમજવાની માસ્ટર કી. આ સઘળા લેખો સાહિત્યિક સામયિક        ’ઉદ્દેશ’માં પ્રગટ થયા હતા. ૧૯૪૭ માં દેશના વિભાજન   માટે જેને આપણે સહુથી મોટા   અપરાધી માનીએ છીએ એ   મહમદ અલી ઝીણાના જીવન   ઉપર આધારિત આ નવલકથામાં ઝીણાને એના માનવીય સ્વરૂપમાં  
સમજવાનો એક આયાસ અહીં   ર્ક્યો છે. ઝીણા કોમવાદી હતા? ઝીણા ધર્મનિરપેક્ષ હતા? રાજકીય  પંડિતો ભલે આ પ્રશ્ન ઉપર બથ્થંબથ્થાં કરે પણ વાસ્તવિકતા એ છે કે ઝીણા આવું કંઈ નહોતા. ઝીણા તો માત્ર
'હું ' જ હતા. આ કરુણાંતિકાને સમજવા માટે એની પૃષ્ઠભૂમિમાં ઈ.સ.૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની કોમવાદી સમસ્યાને પણ અહીં તપાસવામાં આવી છે. આ નવલકથા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ ડે’  અને   ગુજરાતના દૈનિક 'સંદેશ’ ની સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક થઈ હતી. આનો હિન્દી   અનુવાદ મુંબઈના હિંદી દૈનિક ‘સામના’ માં  પ્રસિદ્ધ થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
હુંલાણા માતાપિતાનો પુત્ર કે પુત્રી, ફલાણા પુરુષ કે સ્ત્રાળનો હું પતિ કે પત્ની, ફલાણા સંતાનોનો હું પિતા કે માતા અને મારું નામ ફલાણા ફલાણા - આ ઓળખાણ સાથે આપણે જીંદગીભર સુખેથી જીવીએ છીએ પણ ધારો કે એક સવારે આ આખી ઓળખાણ વેરણછેરણ થઈ જાય. હું જે છું એ ખરેખર નથી અને શું છું એની મને ખબર જ નથી એવો એક વિદ્યુત ઝબકારો થાય ત્યારે - ત્યારે જે પાસે છે એ દૂર સરકી જાય છે અને જે દૂર છે એ નિકટ આવી શકતું નથી  -તદ્‌દૂરે તદ્વન્તિકે – ‘અહીં કોઈ નથી’ આવી એક ભૂલભૂલામણીની વાત છે.
Garvun Roop Varvi Chhaya Gandhino Yagna Dandiyatra Shrikrushnanun Sarnamun
ગરવું રૂપ વરવી છાયા ગાંધીનો યજ્ઞ દાંડીયાત્રા શ્રીકૃષ્ણનું સરનામું
્વાતંત્ર્ય પ્રાપ્તિના છ દાયકા   પછીય એવા કરોડો આદિવાસીઓ દેશના અંતરિયાળ પ્રદેશમાં વસે છે કે જેમના જીવન અને એમની ભૂગોળ હજુ આજેય મહાનગરો કરતાં પાંચેક શતાબ્દી પાછળ છે. આજે દેશમાં એકીસાથે બે દેશ સમાંતર પ્રવર્તી     રહ્યા છે. એક દેશનું નામ ઈન્ડિયા છે અને આ ઈન્ડિયા મહાનગરોમાં બેફામ થઈને જીવે છે. બીજા દેશનું નામ ભારત છે અને આ ભારતમાં પીવાનું પાણી કે કુદરતી હાજતો માટે પણ સગવડો પૂરી પાડી શકાઈ નથી. આદિવાસી સમાજ, એમની સંસ્કૃતિ, એમના જીવન અને એમની આકાંક્ષાઓ, આ બધા વચ્ચે બે વરસ પ્રત્યક્ષ અનુભવ લીધા પછી આ નવલકથા લખાઈ છે. એના પાત્રો છે -આક્કા વારલી, નરસુ, છીતરું.... અને એના પ્રદેશો છે - નકળંગ, ભાનસર, માતંગ, દેવકોપ.....પાટનગરમાં
વાતાનુકુલિત સેવનસ્ટાર સુવિધાઓ વચ્ચે આ આદિવાસીઓના પોષણના નામે એમનું શોષણ કરતા સરકારી તંત્રો અને નેતાઓ પણ આ નવલકથાના પાત્રો છે. આ નવલકથા ‘મુંબઈ સમાચાર’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી
જે મીઠાના કર માટે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો એ મીઠું    હજુ આજેય સરકારી ચોપડે તો કરપાત્ર જ છે. ગાંધીજીના આ યજ્ઞની કરુણાંતિકા આ   નાનકડી પુસ્તિકામાં કહેવાઈ છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતા નો ઉદ્દેશ એક  જ હતો- વિષાદગ્રસ્ત થયેલા અર્જુનને વિષાદમાંથી મુક્ત કરાવીને પરમ અને શાશ્વત ધર્મ તરફ પ્રેરિત કરવો. પંડિતોએ પોતપોતાના મતના સમર્થનમાં ગીતામાંથી ક્યાંક જ્ઞાનયોગ શોધ્યો, ક્યાંક ભકિતયોગ શોધ્યો, ક્યાંક કર્મયોગ શોધ્યો. કોઈએ   
ભક્ત, યોગી, સ્થિતપ્રજ્ઞ વગેરેના લક્ષણો ઉપર ગ્રંથો લખ્યા છે. ગીતાના આ ગુંચવાડામાંથી શ્રીકૃષ્ણને અસલિયતથી શોધીને અહીં એમનો ઉપદેશ સહજ અને સરળતાથી કહેવાયો છે.

Latamandap

Parijat

Bhartiya Sanskrutina Sarjako

લતામંડપ પારિજાત ભારતીય સંસ્કૃતિના સર્જકો
કાલિદાસ, ભવભૂતિ, માઘ, દંડી, બાણભટ્ટ, ભારવિ, ભાસ આ બધા   સંસ્કૃત સાહિત્યના કાલજયી સર્જકો    અને એમના સર્જનો સુધી વાચકને   દોરી જતા આ પુસ્તકમાં સંસ્કૃત   ગ્રંથોની સૌરભ અભરે ભરી છે. 'મેઘદૂત', 'કુમારસંભવ’,‘ઉત્તર રામચરિત’, ‘ભર્તૃહરિશતક','કાદંબરી’ જેવા અમર ગ્રંથોનો  અહીં આસ્વાદ કરાવવામાં આવ્યો છે. ગ્રંથોનો   આ રસાસ્વાદ ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં  
અક્ષરલોક’ વિભાગમાં હપ્તાવાર પ્રસિધ્ધ થયો હતો.
.સ. ૨૦૦૪ માં શ્રી દિનકર જોષીની લેખન કારકિર્દીની   અર્ધ શતાબ્દી ઉજવાઈ ત્યારે એમના  તમામ ગ્રંથોમાંથી ચયન કરીને જે કેપ્સુલનું નિર્માણ કરવામાં આવ્યું એ કેપ્સુલ એટલે આ પારિજાત. પૂરા ૫૦૦ પૃષ્ઠોના આ ગ્રંથમાં લેખકના તમામ પુસ્તકોમાંથી તારવીને અહીં ૩૭૭ અંશો સમાવી લેવામાં  આવ્યા છે. (સંપાદન - હસમુખ રાવળ)
જેમના થકી આપણે સદીઓથી પ્રકાશ પામીએ છીએ એ  જ્યોતિનો કોઈ આકાર નથી.   જેની સુગંધ માણીએ છીએ એ પુષ્પનું કોઈ દર્શન થતું નથી. આવા થોડાંક નામ એટલે  શ્રીકૃષ્ણ, રામ, બુધ્ધ, મહાવીર, વ્યાસ, વસિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય, પતંજલિ, પાણિની આદિ. આ બધા  બ્રહ્માંડનો વ્યાપ બનીને  રહ્યાં છે. આ પુસ્તકમાં એવા 39 પ્રાતઃસ્મરણીય નામોના જીવન, દર્શન અને યોગદાનોને આલેખવામાં આવ્યાં છે. આપણા સાંસ્કૃતિક વારસાનું આ એક એવું બિંદું છે કે જ્યાંથી આપણે   સમગ્રનું દર્શન કરી શકીએ. આપણી આ ગઈકાલ એટલે માત્ર અતીત નહિ પણ આપણે એને આવતીકાલની એંધાણી પણ બનાવી શકીએ. (સહલેખક - યોગેશ પટેલ) આ પુસ્તક ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી તથા અંગ્રેજીમાં પ્રસિધ્ધ થઈ  ચૂક્યું છે.
A-mrutpanthno Yatri Dinkar_Joshini_Vichar_Yatra
Ekakshari Shabdakosh
અ-મૃતપંથનો યાત્રી દિનકર જોષીની વિચારયાત્રા એકાક્ષરી શબ્દકોશ
ગુરુદેવ રવીદ્રનાથ ટાગોરના જીવન અને દર્શન પર આધારિત ચરિત્રાત્મક નવલકથા. ગુરુદેવના જીવનમાં   દેખીતી રીતે સ્થુળ સંઘર્ષો ભલે ઓછા હોય પણ એમના સુક્ષ્મ સંઘર્ષોના
મનોવ્યાપારોનું અહીં ચિત્રણ કરવામાં આવ્યું છે. એમના સર્જનોની પાર્શ્વભૂમિમાં આવા સંઘર્ષો અને આવા સંઘર્ષોને  પ્રેરતી ઘટનાઓનું મુલાયમ ચિત્રણ અહીં થયું છે. આ નવલકથા મુંબઈના ગુજરાતી દૈનિક ‘સમકાલીન’ ની સાપ્તાહિક પૂર્તિ તથા એનો હિંદી અનુવાદ ભારતીય વિદ્યાભવનની માસિક પત્રિકા ‘નવનીત’ માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયો હતો. આ પુસ્તક ગુજરાતી  ઉપરાંત હિંદી, અંગ્રેજી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
૨૦૦૨ સુધીમા પ્રગટ થયેલા પુસ્તકોમાંથી ચયન કરેલા વિચાર મૌક્તિકો. ( સંપાદન- પલ્લવી )
ગુજરાતી બૃહદ્ શબ્દકોશમાંથી માત્ર એક જ અક્ષરના બનેલા  હોય એવા ૪૪૩ શબ્દોને  અલાયદા તારવીને એના પર્યાયવાચી અર્થો સાથે આ લઘુકોશની રચના કરવામાં   આવી છે.
Tachali Aangaliye Govardhan Amrutyatra Ek Tukdo Aakashno
ટચલી આંગળીએ ગોવર્ધન અમૃતયાત્રા એક ટુકડો આકાશનો
આપણે ઘણીવાર ઘણું વાંચીએ છીએ આમાંથી કેટલુંક વાંચન એના પૃષ્ઠો ઉથલાવવા જેટલી જ ક્ષમતા ધરાવતું હોય છે. કેટલાંક પૃષ્ઠો વાંચવા માટે હોય છે,  થોડાંક પૃષ્ઠો યાદ રાખવાં  માટે હોય છે અને એથીય થોડાંક મનોમન મમળાવવા માટે હોય  છે. વાંચતા વાંચતા આવા કેટલાંક   વિચારો મનમાં ઉઠ્યા અને કટાર રૂપે ‘સમકાલીન','લોકસત્તા', તથા 'જનસત્તા’ દૈનિક પત્રોમાં પ્રગટ
થતાં રહ્યાં. અવિરત વાંચનને અંતે જે કંઈ વિચારો પાસે થંભી જવાયું એ વિચારોની આ સહયાત્રા છે.
આચાર્ય દ્રોણનો વધ કરવા   માટે સમર્થ હોય એવા પુત્ર   દ્યૃષ્ટદ્યુમ્નની પ્રાપ્તિ રાજા     દ્રુપદે યજ્ઞદેવતા પાસેથી કરી હતી. આ ઘટના તત્કાલીન   આર્યાવર્તમાં સહુકોઈ જાણતું   હતું અને છતાં આચાર્ય દ્રોણે     એ જ દ્યૃષ્ટદ્યુમ્નનો પોતાના શિષ્ય તરીકે સ્વીકાર કરીને   એને શસ્ત્ર વિદ્યામાં પારંગત શા માટે ર્ક્યો? દ્યુતસભામાં એક વસ્ત્રા રજસ્વલા દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે એણે ચિત્કાર કરીને પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણને  પૂછ્યું    હતું -“હે પૂજનીયો, કૌરવોનું   આ કર્મ તમે જુઓ છો છતાં   શાંત કેમ છો?” ભીષ્મ અને   દ્રોણે સમર્થ હોવા છતાં આ અન્યાય શા માટે સાંખી લીધો? આ નવલકથામાં આ પ્રશ્નોનું રહસ્યોદ્ઘાટન થયું છે. ‘જન્મભૂમિ’ (મુંબઈ) તથા
‘લોકસત્તા-જનસત્તા’ (અમદાવાદ, વડોદરા, રાજકોટ) આવૃત્તિઓમાં આ નવલકથા ધારાવાહિક થઈ હતી. આનો હિંદી અનુવાદ માસિક પત્રિકા ‘નવનીત’ માં પ્રગટ થયો હતો.
ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી
તથા તેલુગુમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.
૫૩ વર્ષની જીંદગીમાં જેણે ૫૩ જીંદગી જીવી કાઢી હતી એવા ગુજરાતી અર્વાચીન યુગના જનક કવિ નર્મદના જીવન પર આધારિત આ નવલકથામાં  આપણા એક પ્રતાપી પૂર્વજની છબી આલેખવામાં આવી છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાંથી પણ થોડા વર્ષો પહેલાં હકાલપટ્ટી પામેલો આ પુરુષ જો આજે આપણી વચ્ચે હોત તો શાસન તંત્રે કદાચ એને અસામાજીક તત્ત્વ તરીકે પ્રમાણિત ર્ક્યો હોત અથવા વિભ્રાન્ત મનોદશાનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવીને કોઈક સરકારી  રુગ્ણાલયમાં ભરતી કરી દીધો હોત. આ નવલકથા ‘ગુજરાત સમાચાર’ની સાપ્તાહિક પૂર્તિમાં   ધારાવાહિક થઈ હતી.
Ramayanman Patravanda
Mahalakshmina Mandiraman Mahabhara - Ek Darshan
રામાયણમાં પાત્રવંદના મહાલક્ષ્મીના મંદિરમાં મહાભારત: એક દર્શન
રામ, લક્ષ્મણ, સીતા, દશરથ,   હનુમાન, રાવણ, વિભિષણ, સુગ્રીવ   આ બધા આમ તો મહર્ષિ વાલ્મીકીના શાશ્વત ગ્રંથ રામાયણના પાત્રો છે. આ બધા વિશે અનેક રામાયણોમાં અનેક જાતની વાતો આલેખાઈ છે. આપણી પ્રજાને મન તો આ બધા પાત્રો શ્વાસની જેમ ફેફ્સાંમાં ઉતરી ગયેલા છે. આ બધા પાત્રોની સચ્ચાઈ અને વિવિધ અવસ્થામાં એમના વિશે મળતા કથાનકોનું સંશોધનાત્મક ચિત્રણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ લેખો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય   પૂર્તિમાં   ક્રમશ: પ્રગટ થયા હતા. જીંદગીના ઉત્તમ કહી શકાય એવા ચાર દાયકા આ લેખકે વ્યાવસાયિક રીતે બેંકીંગ   ક્ષેત્રમાં ગાળ્યા હતાં. બેંકીંગ વ્યવસાયને બહુ નિકટથી નિહાળ્યો અને એના લેખાંજોખાંના આંતરપ્રવાહો માંહે પડીને માણ્યા. આ ગાળામાં બેંક સાથે સંકળાયેલા માનવીય વહેવારોનું અનુભવજન્ય સજીવ ચિત્રણ   આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. બેંકીંગ ક્ષેત્રની આ અનુભવયાત્રા ‘મુંબઈ માચાર’ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. મહાભારત માત્ર રત્નોની ખાણ જ નથી અપાર  પ્રશ્નોની પણ ખાણ છે. આ મહાગ્રંથની કેટલીય ઘટનાઓ અને કેટલાય કથાનકો માત્ર સરેરાશ વાચકને જ નહિ, સહ્રદય અભ્યાસીને પણ ‘આ આમ કેમ?’ એવા પ્રશ્ન સાથે ગુંચવી નાખે છે. આવા કેટલાક પ્રશ્નો જુદા તારવીને શક્ય એટલી બૌધ્ધિક અને બુધ્ધિ સાથે જ હ્રદય અને ભાવનાને પણ પુષ્ટ કરે એવી ચર્ચા અહીં કરી છે. આ લેખ શ્રેણી મુંબઈના દૈનિક ‘સમકાલીન’ માં હપ્તાવાર પ્રગટ થઈ હતી.
Krushnam Vande Jagad Gurum Sami Sanjana Padchhaya Pratahvandana
કૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌
સમી સાંજના પડછાયા પ્રાત: વંદના
લિડોસ્કોપને જેમ જેમ ફેરવતા  જઈએ એમ એમ એકથી એક અધિક સુંદર અને રમણીય આકૃતિઓનું   દર્શન થતું હોય છે. શ્રીકૃષ્ણનું ક્યું   સ્વરૂપ સાચું ગોપીઓની મટકીમાંથી માખણ ચોરીને ખાઈ જતા કૃષ્ણ, ગોપીઓના ચીરહરણ કરીને કદંબ વૃક્ષની ડાળે બેસી જતા કૃષ્ણ, હસ્તિનાપુરની  સભામાં સમગ્ર કુરુસભાને ડારો દેતા કૃષ્ણ, કુરુક્ષેત્રમાં દિશાભાન ભૂલેલા અર્જુનને ગીતા ઉપદેશતા કૃષ્ણ, યાદવાસ્થળીમાં નિરપેક્ષ ભાવે સ્વજનોના નાશને     જોઈ રહેલા કૃષ્ણ,.......કૃષ્ણના આવા અપરંપાર સ્વરૂપો શ્રીમદ્ ભાગવત, મહાભારત, હરિવંશ તથા વિષ્ણુપુરાણમાંથી પ્રાપ્ત થાય છે. આ બધા દર્શનો  પાછળનું જે પરમ કૃષ્ણત્ત્વ હોઈ શકે એની અહીં વિચારણા  કરવામાં આવી છે. મુંબઈના  સાંધ્ય દૈનિક ‘જન્મભૂમિ’   તથા રાજકોટના દૈનિક ‘ફૂલછાબ’ માં આ લેખ શ્રેણી હપ્તાવાર પ્રગટ થઈ હતી. હિંદી ‘રાજસ્થાન પત્રિકા’માં આ લેખ શ્રેણી અનૂદિત સ્વરૂપે પ્રગટ     થઈ હતી. ગુજરાતી ઉપરાંત હિન્દીમાં આ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. હાભારતના યુધ્ધ પછી ૩૬ વર્ષે સમગ્ર યદુવંશ નિર્મૂલન થયો. આ ૩૬ વર્ષ દરમિયાન શ્રીકૃષ્ણ દ્વારકાની બહાર ગયા હોય એવો એક પણ પ્રસંગ ક્યાંય મળતો નથી. જાણે કે નિર્વેદ ભાવે તેઓ નિવૃત્તિ કાળ વ્યતીત કરી રહ્યા હતા. સોમનાથના સમુદ્ર તટે જે રીતે સમર્થ યાદવો પરસ્પર સાથે કૂતરા બિલાડાંની જેમ લડીને નાશ પામી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે થોડે જ દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એટલું જ નહિ, સમગ્ર યદુવંશના નાશ પછી સ્વયં શ્રીકૃષ્ણ એક પારધીના બાણનો ભોગ બનીને સ્વધામ સીધાવ્યા ત્યારે એમનો નિશ્ચેષ્ટ દેહ અંત્યેષ્ટિ સંસ્કાર પામ્યા વિના દિવસો સુધી પડી રહ્યો હતો. આ કરુણાંતિકાની હૈયું વલોવી મૂકે એવી નવલકથા મુંબઈના ‘જન્મભૂમિ પ્રવાસી’ સાપ્તાહિક તથા રાજકોટના   દૈનિક ‘ફૂલછાબ’માં  ક્રમશઃ છપાતી રહી હતી. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી તથા મરાઠી માં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. માનવજાતનું એ સદ્‌ભાગ્ય છે કે સમયાંતરે અને યુગે યુગે એને એવી મુઠ્ઠી ઉંચેરી વિભૂતિઓ  સાંપડી છે કે જેમણે જીવન અને મૃત્યુ, આકાશ અને પૃથ્વી, જળ અને અગ્નિ આદિ અગમ્ય તત્વો પાછળ કારણભુત હોય એવા ચેતન તત્વને પામવા કે સમજવાની કોશિશ કરી છે. આ  કોશિશ એટલે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, જૈન કે બૌધ્ધ પરંપરા આદિ. આમાં જે વિચારો રજૂ થયા છે એ મહાસાગરના મૌક્તિકો જેવા છે. મૂળ ગ્રંથોના કુલ ૧૬૦ જેટલા મંત્રોને  એમના અનુવાદ સાથે સરળતાથી વહેવારિક ધોરણે સમજાવાયા છે. આ શ્લોક શ્રેણી મુંબઈના  દૈનિક ‘સમકાલીન’ માં  ક્રમશ: પ્રગટ થઈ હતી.
Dishaoni Pele Paar Paramno Panth Adrashyani Aaradhana

દિશાઓની પેલે પાર

પરમનો પંથ

અદ્રશ્યની આરાધના

માનવજાતનું એ સદ્ભાગ્ય છે કે સમયાંતરે અને યુગે યુગે એને એવી મુઠ્ઠી ઉંચેરી વિભૂતિઓ સાંપડી છે કે જેમણે જીવન અને મૃત્યુ, આકાશ અને પૃથ્વી, જળ અને અગ્નિ આદિ અગમ્ય તત્ત્વો પાછળ કારણભુત હોય એવા ચેતન તત્ત્વને પામવા કે સમજવાની કોશિશ કરી છે. આ  કોશિશ એટલે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, જૈન કે બૌધ્ધ પરંપરા આદિ. આમાં જે વિચારો રજૂ થયા છે એ મહાસાગરના મૌક્તિકો જેવા છે. મૂળ ગ્રંથોના કુલ ૧૬૦ જેટલા મંત્રોને એમના અનુવાદ સાથે સરળતાથી વહેવારિક ધોરણે સમજાવાયા છે. આ શ્લોક શ્રેણી મુંબઈના દૈનિક ‘સમકાલીન’ માં  ક્રમશ: પ્રગટ થઈ હતી.

Darbhasan Kalpataru Bodhivruksh
દર્ભાસન કલ્પતરુ બોધિવૃક્ષ
‘અમે -પ્રજા સમસ્તને, સાહિત્ય     સૃષ્ટિને પોતાની જીવન સૃષ્ટિનું એક આગણું સમજતી જોવા માંગીએ છીએ.
જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ આ સાહિત્ય વિભાગનો આરંભ કરતા ૧૯૩૩ માં શ્રી ઝવેરચંદ   મેઘાણીએ આ મનીષા વ્યક્ત કરી હતી. ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં ‘અક્ષરલોક’ નામે સાહિત્ય વિભાગનું પાંચેક વર્ષ સુધી સંપાદન ર્ક્યુ એ દરમિયાન મેઘાણીભાઈની ઉપરોક્ત મનીષાને નજર સામે રાખી જે સાહિત્યિક લખાણો આ વિભાગમાં લખ્યા એમાંથી ચયન કરેલા લખાણોનો આ સંગ્રહ છે. સાહિત્યિક શિખરો કે વિદ્વત્તાને પામ્યાનો કોઈ   દાવો ર્ક્યા વિના આ લખાણો એક   લાઉડ થીંકીંગ તરીકે લખાયા છે.
ચિંતનાત્મક લખાણો કટાર રૂપે લખવાનો આરંભ ર્ક્યો ત્યારે મુંબઈના ‘સમકાલીન’ દૈનિકે આવી કટારની જાહેરાત     કરતા લખ્યું હતું -વાંચન અને વિચારના મિલન બિંદું જેવા   આ લખાણો - સમકાલીન ઉપરાંત આ લખાણો     ‘જનસત્તા' , 'લોકસત્તા’, અને મુંબઈના સાંધ્ય દૈનિક   ‘સમાંતર’ માં પ્રગટ થતા રહ્યાં હતાં. આ લખાણો કોઈ દાર્શનિકના નથી પણ એક વિચારશીલ માણસના મનોવ્યાપારો છે.
ચિંતનાત્મક લખાણો કટાર રૂપે લખવાનો આરંભ ર્ક્યો ત્યારે મુંબઈના ‘સમકાલીન’ દૈનિકે આવી કટારની જાહેરાત કરતા લખ્યું હતું - વાંચન અને વિચારના મિલન બિંદું જેવા આ લખાણો -સમકાલીન ઉપરાંત આ લખાણો ‘જનસત્તા' , 'લોકસત્તા’,  અને મુંબઈના સાંધ્ય દૈનિક ‘સમાંતર’ માં પ્રગટ થતા રહ્યાં હતાં. આ લખાણો કોઈ દાર્શનિકના નથી પણ એક વિચારશીલ માણસના મનોવ્યાપારો છે.
Dharatinun Sarnamun Halavu Ful Aakash Satya Taraf Dori Jatun Asatya
ધરતીનું સરનામું હળવું ફૂલ આકાશ સત્ય તરફ દોરી જતું અસત્ય

મુંબઈ સમાચાર’, ‘ફૂલછાબ' , 'સમભાવ’ અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ જેવા દૈનિક પત્રોમાં સાપ્તાહિક કટાર રૂપે પંદરેક વર્ષ સુધી ‘તુલસી ઈસ સંસાર મેં ’ આ નામે માનવ ચિત્તની ઊંડાઈમાં ડોકિયું  કરતા વહેવારિક જીવનના ટૂંકા પ્રસંગચિત્રો પ્રગટ થતા રહ્યાં હતાં. આ પ્રસંગચિત્રો બારેક જેટલા પુસ્તકોમાં પૂર્વે પ્રકાશિત થઈ ચૂક્યા છે. પ્રસંગચિત્રોની આ શ્રેણીનું ઉપરના ત્રણેય પુસ્તકો  સાથે સમાપન થાય છે.

Ekada Vagarna Mindan Kale Surajne Kahejo Ke Surajno Chhadidar
એકડાં વગરના મીંડાં કાલે સૂરજને કહેજો કે સૂરજનો છડીદાર

સમય આપણી પાસેથી પસાર થાય     છે કે આપણે સમય પાસેથી પસાર   થઈ જઈએ છીએ એ લાખ રૂપિયાનો સવાલ છે. આજ જ્યારે ગઈકાલ     સામે નજર ઠેરવે છે  ત્યારે એને જે અનુભૂતિ થાય છે એનો વાસ્તવિક સાક્ષાત્કાર તો જ્યારે  એ એની નજર  આવતીકાલ પર માંડે છે ત્યારે જ     થાય છે. ગઈકાલ, આજ અને આવતીકાલ.......કાળના આ ત્રણ     બિંદું અને છતાં આ ત્રણેય વચ્ચે જે વિરાટ ફાસલો છે એ ફાસલાને એક સ્થિર બિંદું પરથી નીરખવાનો આયાસ છે. સમય સાથે વહેતા જીવનની આ વાત એટલે કુલ ત્રણ પેઢીનું દર્શન.   આ ત્રણ પેઢીની કથા એટલે
બાયનોક્યુલરની મદદથી થતું બ્રહ્માંડદર્શન. આ નવલકથા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ-ડે’ માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. આ પુસ્તક ગુજરાતી  ઉપરાંત હિંદી તથા
મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.

દશમી શતાબ્દીનું ગુજરાત    એટલે ચાવડા યુગનો અંત   અને સોલંકી યુગનો આરંભ.   આ બે યુગોના સંધિ ટાણે   કદાચ પહેલી જ વાર આર્યાવર્તના પશ્ચિમ કિનારાએ પોતાની આગવી સંસ્કૃતિ અને આગવા નકશાનું સ્વપ્ન જોયું. સ્વપ્ન જોવાની આ ક્ષણને -એના તત્કાલીન ભૂપૃષ્ઠ સાથે - આ ઐતિહાસિક નવલકથામાં આલેખવાનો એક પ્રયાસ ર્ક્યો છે. ‘ગુજરાત સમાચાર’માં આ નવલકથા ધારાવાહિક પ્રગટ થઈ હતી. દિનકર જોષીની ષષ્ટિપૂર્તિ  નિમિત્તે એમની સર્જનયાત્રા વિશે વિવિધ લેખકો દ્વારા લખાયેલા   આ પુસ્તકના સંપાદક છે - શ્રી ચંદુલાલ સેલારકા. આમાં  લેખકનું  સાહિત્યિક મૂલ્યાંકન, લેખક જોડેના અંગત સંબંધો   અને અનુભવો તથા એમની વિશેષ મુલાકાત એમ ત્રણ  ખંડોમાં એનું વિભાજન થયું છે.
Agiyarami Disha Ambavadiyun Amaratavel

અગિયારમી દિશા


આંબાવાડિયું

(સ્વામી આનંદના લેખો)

અમરતવેલ

(સ્વામી આનંદના લેખો)

ોઈ માણસ જન્મથી ગુનેગાર નથી હોતો. દરેક માણસને સારા થવું ગમે   છે. સમાજ અને સંજોગો એને ગુનાહિત વૃત્તિઓ તરફ દોરી જાય છે. ડોન કે માફિયા કહી શકીએ એવા એક
માણસે દિલ ફાડીને જે વાત કરેલી એ વાત એટલે આ નવલકથા. જ્યારે દશેય દિશાઓના દરવાજા દેવાઈ    જાય ત્યારે માણસ ક્યાં જાય? એણે કોઈક અગિયારમી દિશા જ શોધવી પડે. આ નવલકથા ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રગટ થઈ ચૂકી છે.
૧૮૮૭ માં જન્મેલા સ્વામી    આનંદ ગુજરાતી સાહિત્યની ગ્રંથસૃષ્ટિમાં પ્રવેશ્યા છેક ૧૯૬૩ માં પણ એમનો આ પ્રવેશ  ભાષાના ગદ્યને નવો જ વળાંક આપી શકે એવો બળુકો અને  પ્રચંડ હતો. સ્વામીના નિધન   પછી એમના જે હસ્તલિખિત લેખોની પ્રતો હાથવગી થઈ એમાંથી તારવીને આ બે     ગ્રંથોની રચના કરવામાં     આવી છે ૧૮૮૭ માં જન્મેલા સ્વામી આનંદ ગુજરાતી સાહિત્યની ગ્રંથસૃષ્ટિમાં પ્રવેશ્યા છેક ૧૯૬૩ માં પણ એમનો આ પ્રવેશ ભાષાના ગદ્યને નવો જ વળાંક આપી શકે એવો બળુકો અને પ્રચંડ હતો. સ્વામીના નિધન પછી એમના જે હસ્તલિખિત લેખોની પ્રતો હાથવગી થઈ એમાંથી તારવીને આ બે ગ્રંથોની રચના કરવામાં આવી છે
Ugamani Dishano Ujas Dhodhamar Kal Purush
ઉગમણી દિશાનો ઉજા (સ્વામી આનંદનો પત્રવ્યવહાર)

ધોધમાર (સ્વામી આનંદનો પત્રવ્યવહાર)

કાળપુરુષ
સ્વામી આનંદ એટલે ગાંધીજીના       એવા અંતેવાસી કે જેઓ મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, નરહરિભાઈ, કાકા કાલેલકર અને સરદાર પટેલ સુધ્ધાં, સહુ સાથે એક આસને બેસીને વાત અને વિચાર કરી શકે. એમના જીવનકાળ દરમિયાન એમની ઉપર ઉમાશંકર જોષીથી માંડીને ગાંધીજી સુધી સહુએ લખેલા પત્રો તથા   સ્વામીએ એમને વાળેલા ઉત્તરોનો આ બંન્ને પુસ્તકોમાં સંચય થયો છે. સ્વામી આનંદ એટલે   ગાંધીજીના એવા અંતેવાસી કે જેઓ મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, નરહરિભાઈ, કાકા કાલેલકર અને સરદાર પટેલ સુધ્ધાં, સહુ સાથે એક આસને
બેસીને વાત અને વિચાર કરી શકે. એમના જીવનકાળ દરમિયાન એમની ઉપર ઉમાશંકર જોષીથી માંડીને ગાંધીજી સુધી સહુએ લખેલા પત્રો તથા સ્વામીએ એમને વાળેલા ઉત્તરોનો આ
બંન્ને પુસ્તકોમાં સંચય થયો છે.
સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના
બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને  ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા ‘મુંબઈ સમાચાર’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી.
Aachaman Abhishek Tulsidal
આચમન અભિષેક તુલસીદલ

'મુંબઈ સમાચાર’માં ‘તુલસી ઈસ સંસાર મેં’ કટાર હેઠળ વર્ષો સુધી પ્રગટ થયેલા ચિંતનપ્રધાન પ્રસંગચિત્રો  આ ચાર પુસ્તકોમાં સમાવી લેવાયા છે.

Anjali Ardhya Archana
અંજલિ અર્ઘ્ય અર્ચના
'મુંબઈ સમાચાર’માં ‘તુલસી ઈસ   સંસાર મેં’ કટાર હેઠળ વર્ષો  સુધી   પ્રગટ થયેલા ચિંતનપ્રધાન પ્રસંગચિત્રો  આ ચાર પુસ્તકોમાં સમાવી લેવાયા છે. 'સમકાલીન’ દૈનિકની  સાપ્તાહિક પૂર્તિમાં કટાર   સ્વરૂપે લખાયેલી ચિંતનપ્રધાન નિબંધિકાઓ આ બે પુસ્તકોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ‘સમકાલીન’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં કટાર સ્વરૂપે લખાયેલી ચિંતનપ્રધાન નિબંધિકાઓ   
આ  બે પુસ્તકોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
Mara Vidyaguruo Mahabharatma Manavdarshan 35 up 36 down
મારા વિદ્યાગુરુઓ મહાભારતમાં માનવદર્શન ૩૫ અપ ૩૬ ડાઉન
માણસ જે કંઈ થોડાક વર્ષો શ્વસે છે એ વર્ષોમાં એ સભાનતાપૂર્વક નથી ભૂમિ તૈયાર કરતો કે નથી કોઈ વાવેતર કરતો. એના પોતાના તરફથી જો કંઈ ભૂમિકા હોય તો  એ છે   મજદારીપૂર્વકનો સાક્ષી ભાવ.આવા સાક્ષી ભાવથી આ  પુસ્તકમાં લેખકે પોતાના વિદ્યાગુરુઓનું ચિત્રણ ર્ક્યુ છે. આ ગુરુઓ એટલે કોઈ શાળાના   વર્ગના શિક્ષકોની વાત નથી. કોઈ પરંપરાગત સંતો, મહાત્માઓ કે બાપુઓની વાત નથી. કોઈ જન્મદાતા કે સંસ્કારદાતા મુરબ્બીઓની વાત પણ નથી. આ વાત તો છે થોડાક એવા ચહેરાઓની કે જેમણે અનાયાસે   જ કોઈ બીજ પેલી ભૂમિ ઉપર રોપી દીધું હોય. વર્ષો પછી પલ્લવિત   થયેલું એ બીજ એટલે આ પુસ્તક. ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં આ લેખ શ્રેણી ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. મહાભારત તો રત્નાકર છે. રત્નાકરનું મંથન કરતી વખતે માત્ર ઉચ્ચઃશ્રૈવા ઐરાવત કે  લક્ષ્મી જ પ્રાપ્ત થાય એવી  અપેક્ષા રાખવી એ તો  રત્નાકરનુંય અપમાન કહેવાય. રત્નાકરને વલોવવો
હોય તો હળાહળનીય તત્પરતા રાખવી રહી. આ હળાહળનેય   એનું સૌંદર્ય હોય છે પણ એનું
પ્રાગટ્ય કોઈક નીલકંઠ દ્વારા     જ આત્મસાત થાય. મહાભારત વિષયક આ લખાણો  ‘જન્મભૂમિ’,‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર'
તથા 'ગુજરાતમિત્ર’  એમ ગુજરાતના આ ચાર   દૈનિક પત્રોની પૂર્તિઓમાં ધારાવાહિક  રૂપે પ્રગટ થયા હતા.
રેલ્વેની પરિભાષામાં કહીએ તો અપ ટ્રેન અને ડાઉન ટ્રેન, બંનેના પાટા જુદા જુદા હોય છે. પણ ક્યારેક અપ ટ્રેન ડાઉનના પાટા ઉપર લેવામાં આવે છે અને ક્યારેક ડાઉન ટ્રેન અપના પાટા ઉપર પણ દોડે છે. અપડાઉનની આ અદલાબદલી કરવા માટે સ્ટેશનો ઉપર લૂપ લાઈનની  ગોઠવણો કરવામાં આવતી હોય છે. જીવનમાં ક્યારેક એવું બને છે કે સામસામે દિશાએ દોડતી ગાડીઓ લૂપ લાઈન પાસે મળી જાય છે. અહીં જીવનની આવી એક પરિસ્થિતિની વાત છે. જેમાં એક રેણુકા છે, એને એક સપનું આવે છે. એક વિષ્ણુભાઈ છે, એમને એક સપનું આવે છે અને એક આકાશ છે જે ઉઘાડી આંખે સપનાંની શોધ કરે છે. આ નવલકથા ‘ફૂલછાબ’ દૈનિકની  
સાપ્તાહિક પૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. આ નવલકથા પરથી ‘રાખનાં રમકડાં’ નામની
ગુજરાતી ફિલ્મ બની હતી.
Satyano Chahero Khelo Re Khel Khurashina Sarvalani Badbaki
સત્યનો ચહેરો ખેલો રે ખેલ ખુરશીના સરવાળાની બાદબાકી
દુનિયાના બધા ધર્મોના ગ્રંથોએ એક માણસ કરી શકે એવા તમામ અપરાધોને સંજોગોને આધીન પરિસ્થિતિઓને લક્ષમાં રાખીને ક્ષમ્ય ગણ્યા છે. ચોરી, હત્યા, અપહરણ આ બધા અપરાધોનું ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક ધર્મગ્રંથોમાં વધતું   ઓછું સમર્થન થયું છે પણ સ્ત્રી ઉપર પશુબળ વાપરીને થતો બળાત્કાર   કોઈ ધર્મે કોઈપણ સંજોગોમાં માન્ય ગણ્યો નથી. એક સ્ત્રી જ્યારે આવા બળાત્કારનો ભોગ બને છે ત્યારે  એ સહુથી પીડિત અને નાજુક અવસ્થામાં મૂકાઈ જતી હોય છે. એનો કોઈ અપરાધ ન હોવા છતાં પરિવાર અને સમાજની એને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આવા કારમા સંજોગોમાં મૂકાયેલી એક સ્ત્રીના જીવનની આ કથા ‘જન્મભૂમિ પ્રવાસી’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે. આ નવલકથા પરથી બનેલું નાટક મંચસ્થ થઈ ચૂક્યું છે. ૧૯૭૫-૭૬ નો ગાળો દેશના ઇતિહાસમાં લોકશાહીનો અંધાર યુગ તરીકે ઓળખાય છે. આખો  દેશ ત્યારે કટોકટી કાળમાં સપડાયો હતો. રાજકારણનો એક નવો જ અર્થ અને વિસ્તાર સપાટી ઉપર આવીને ચારેય બાજુ ફેલાઈ ગયો હતો. એ સમયે રાજકારણની પૃષ્ઠ ભૂમિ ઉપર આલેખાયેલી આ નવલકથાને તત્કાલીન બે સાપ્તાહિકો અને ત્રણ દૈનિકોના તંત્રીઓએ અસ્વીકાર કરતા કહેલું - ‘આને જો ચલાવી લઈએ તો અમારા સામયિકને સરકાર નહિ ચલાવી  લે.’ કટોકટી કાળની સમાપ્તિ પછી ‘યુવદર્શન’ સાપ્તાહિકમાં આ નવલકથા પ્રગટ થઈ હતી. હાસ્યરસમાં ઝબકોળાયેલી આ નવલકથા વાસ્તવમાં આપણા વર્તમાન રાજકારણની કરુણાંતિકા છે. ૧૯૯૫ થી ૨૦૦૨ ના સાત વર્ષના ગાળામાં લખાયેલી ૨૪ ટૂંકી વાર્તાઓ આમાં ગ્રંથસ્થ થઈ છે. આ રચનાઓમાં કોઈ પરંપરા નથી કે કોઈ પ્રયોગ પણ નથી -માત્ર વાર્તા જ છે.
વગડાઉં ફૂલ

૨૦૦૩ થી ૨૦૧૦ના ગાળામાં પ્રગટ થયેલી ૨૪ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક પોતે જ આ વાર્તાઓ વિશે લખે છે - મારી વાર્તાઓ કોઈ ટેરેસ ગાર્ડનમાં દેખભાળ હેઠળ ઉઝારેલા છોડ જેવી નથી. આ તો આપોઆપ પાંગરેલા વગડાઉ ફ઼ૂલ જેવી છે.

Mahabharat_Cover_Page_-1 Mahabharat_Cover_Page_-10 Mahabharat_Cover_Page_-20
મહાભારત એના મૂળ શ્લોકો સાથે ગુજરાતીમાં અત્યાર સુધી ઉપલબ્ધ નહોતું. સંસ્કૃતમાં મહાભારતના જુદાજુદા સંસ્કરણો છે પણ પુણેની ભાંડારકર ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યુટે આ બધા સંસ્કરણોમાંથી તારવીને લાંબા સંશોધન પછી એક અધિકૃત વાચના તૈયાર કરી છે. આ અધિકૃત વાચનાના ૭૩,૮૧૬ શ્લોકોનો આ ગ્રંથોમાં ગદ્યાનુવાદ કરવામાં આવ્યો છે. વિદ્વાન અનુવાદકોના સહયોગથી શ્રી દિનકર જોષીએ આનું સંપાદન કર્મ કર્યું છે. ૨૦ ગ્રંથોના આખા સંપુટના કુલ ૧૪,૦૦૦ પૃષ્ઠો છે.

Dariyathi Dariya Sudhi Tarasyan Pagalan Tran Yaksha Prashna
દરિયાથી દરિયા સુધી તરસ્યાં પગલાં ત્રણ યક્ષપ્રશ્ન
Ek Hato Manas Barafni Chadar Nadbrahma
એક હતો માણસ બરફની ચાદર નાદબ્રહ્મ
Aapane Kyank Malyan Chhiye Nava Varasanu Panchang Radhani Vedna
આપણે ક્યાંક મળ્યાં છીએ નવા વરસનું પંચાંગ રાધાની વેદના
Saranama Vinanun Ghar Ek Najar Aa Taraf-1 Ek Najar Aa Taraf-2
સરનામા વિનાનું ઘર

એક નજર આ તરફ -

એક નજર આ તરફ -

Manas Taran Roop Anek-1 Manas Taran Roop Anek-2 Manas Taran Roop Anek-3

માણસ તારાં રૂપ અનેક-

માણસ તારાં રૂપ અનેક -

માણસ તારાં રૂપ અનેક-

Manas Taran Roop Anek-4 Vastraharan Alpaviram
માણસ તારાં રૂપ અનેક - વસ્ત્રાહરણ અલ્પવિરામ
Bandhi Muththino Khalipo Kurusabha Sachan Motino Charo

બાંધી મુઠ્ઠીનો ખાલીપો

કુરુસભા

સાચાં મોતીનો ચારો

Dinkar_Joshini_Shreshtha_Vartao Jamana Pagno Angutho Sarpasatra

દિનકર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ

જમણા પગનો અંગૂઠો

સર્પસત્ર

લાખ રૂપિયાનો સવાલ

અનુભવની વા

પહેલો પગાર

Nam Badalavani Ramat Kankuna Suraj Aathamya

માણસના મન

નામ બદલવાની રમત

કંકુના સૂરજ આથમ્યા

Triji Aankh Aa Pag Nicheno Rasto Suraj Dhima Tapo

ત્રીજી આંખ

આ પગ નીચેનો રસ્તો

સૂરજ ધીમા તપો

Ek Vaheli Savarnun Sapanu Jane Ajane Asahya

એક વહેલી સવારનું સપનું

જાણે અજાણે

અસહ્ય

Ek Lawaris Shab Agan Pathari Shesh Ashesh

એક લાવારિસ શબ

અગનપથારી

શેષ-અશેષ

Tarafdat Adithan Roop Matsyavedh

તરફડાટ

અદીઠાં રૂપ

મત્સ્યવેધ

Tan Zankhe Man Roye Vanpravesh Anaradhaar

તન ઝંખે મન રોય

વનપ્રવેશ

અનરાધાર

Dur Dur Aara Panjabi Ekanki Mumbaina Vikasma Gujarationu Yogadan copy

દૂરદૂર આરા

પંજાબી એકાંકી

મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાનમાણસના દૈનિક જીવનમાં જાણે અજાણે પણ સંખ્યાબંધ પ્રશ્નો પેદા થતા હોય છે. આ પ્રશ્નોના પાર્થિવ અને આધ્યાત્મિક એમ બંને પાસાં હોય છે. આપણને ખબર પણ ન પડે એમ આ બધું આપણી ઉપર ભારે અસર કરતું હોય છે. એક સાવ નાની બાંધછોડ કરવાથી   આ પૈકી કેટલી  અસરો વિધાયક બનાવી શકાય છે. જુદા જુદા સામયિકોમાં લખાયેલા કટારલેખનના ફળસ્વરૂપે આ ચારેય પુસ્તિકાઓમાં ગ્રંથસ્થ થયેલા લેખો સાંકેતિક સ્વરૂપે ઓછામાં ઓછા શબ્દોમાં સાગરને ગાગરમાં સમાવ્યા હોય એવું જ લાગે.